મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીની કોર્ટમાંથી એનડીપીએસના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો અને તેનો ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે

આ કેસની વકીલ પાસેથી જાણવા મળે માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૭ માં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીના કબ્જાવાળી હોટેલમાં ગેરકાયદે અફીણનો જથ્થો રાખવામા આવ્યો હતો અને ૨૬,૫૩૫ ગ્રામ અફીણ જેની કિંમત ૫૩,૦૭૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર રહે. મધ્યપ્રદેશ વાળાને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું આ કેસ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ મોરબીના આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે અને આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા




Latest News