વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમો યોજાયો


SHARE









મોરબીના બગથળા ગામે મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સેવાસેતુનો કાર્યક્રમો યોજાયો

રાજ્ય વ્યાપી સેવાસેતુના સાતમા ચરણનો મોરબી જિલ્લામાં મોરબી તાલુકા બગથળા ગામેથી શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈએ દીપ પ્રગટાવી પ્રારંભ કરાવી જણાવ્યું હતું કે લોકોને વ્યક્તિગત લાભો ઘર આંગણા સુધી મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકારના ૧૨ વિભાગો દ્વારા ૫૬ જેટલી સેવાઓને લાભ તાલુકા મથકે ગયા વગર ઘર આંગણે મળી રહ્યો છે ત્યારે મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. આ સેવાસેતુના કાર્યક્રમમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે સ્થળ પરજ આધાર કાર્ડ, આવકના દાખલા, E-sharm કાર્ડના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.




Latest News