વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન


SHARE









મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે તેના માટે હાલમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારના લોકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે અને તમામ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ આવી ગયા પછી કેમ્પ માટેનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે, આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ જરૂરી ડોક્યુમેન્ટ તા. ૨૫/૧૦ થી ૨૦/૧૧ સુધીમાં જમાં કરાવવાના રહેશે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને સરનામું લખવાનું રહેશે અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે તેમાં તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો, રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડનો સમાવેશ થાય છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય ૭૦૧૬૩૬૩૩૫૦, ભારતી વિદ્યાલય ૭૦૬૯૭૬૯૮૫૯, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી ૯૯૨૫૪૦૯૩૨૧, શ્રીમાળી બ્રાહ્મણ વાડી ૯૪૨૮૨૬૭૭૪૧, પરશુરામ ધામ મંદિર ૯૮૨૫૬૭૧૬૯૮ અને નલિની વિદ્યાલય ૯૪૨૬૧૬૫૪૭૦ ખાતે પહોચડવાના છે અને કેમ્પની તારીખ  અને સમય પછી આપવામાં આવશે જો કે, વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા ૯૯૨૪૯૬૮૧૭૧, કેયુરભાઈ પંડ્યા ૯૪૨૯૪૮૪૪૪૦ અને અમુલભાઈ જોષી ૯૨૨૭૧૦૦૦૧૧ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News