મોરબીમાં કેશવ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીનો સ્થાપના દિન ઉજવાયો
મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત
SHARE
મોરબીમાં કોરોના કાળથી બંધ કરવામાં આવેલ એસટીના રૂટને શરૂ કરવા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત
કોરોના સમયે એસટી વિભાગ દ્વારા દ્વારા એસટી બસના ઘણા બધા રૂટને બંધ કરવામાં અવાયા હતા જો કે, હાલમાં મોટા ભાગે સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે ત્યારે પણ ઘણી આ એસટીની બસોના રૂટને શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના સભ્ય દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીને બસોને ચાલુ કરવા માટે તેમજ નવી સુવિધા વધારવા માટે રજૂઆત કરેલ છે
અન્ન અને નાગરીક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષાના પી.પી.જોષીએ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીથી કોરોના સમયે જે બસો બંધ કરવામા આવેલ તે હજુ સુધી ચાલુ થયેલ નથી જ્થિ કરીને બસોને ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કરજણ ડેપોની રાત્રે મોરબીથી ૧૨ વાગ્યે ઉપડતી બંધ છે અને આ બસ મોરબી રાત્રે અમદાવાદ જવા માટે છેલ્લી બસ છે અને ટ્રાફીક પણ સારો મળતો હતો, ધાંગધ્રા ડેપોની ધ્રાંગધ્રા માળીયા સવારે ૭:૩૦ વાગ્યે ધ્રાંગધ્રાથી ઉપડીને માળીયા ૧૧.૦૦ વાગ્યે પહોંચતી બસ જે હાલમાં બંધ છે જેથી માળીયા તાલુકાના ગામડા જેમાં ધાટીલા, ખાખરેચી, કુંભારીયા, વેણાસર વિગેરેના મુસાફરોને હેરાન થવું પડે છે જે બસ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે, મોરબી ધાંટીલા વચ્ચે ઘણી જ અપુરતી બસો છે સવારે કારખાનામા કામ ઉપર આવતા કામદારોને ઘણી જ મુશ્કેલી પડે છે તો સવાર સાંજ બે બસ નિયમીત ચાલે તેવી માંગણી છે અને મોરબી સામાકાંઠે હાઉસીંગ બોર્ડ કન્ટ્રોલ પોઇન્ટ ચાલુ કરવો જોઈએ કેમ કે, દરરોજ અહીંયાથી પાંચ હજાર મુસાફરની અવર જવર છે પણ ઇન્કવાયરી ઓફીસ ન હોય મુસાફરને ધણીજ તકલીફ પડે છે