મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે વહેલી સવારે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બાઇક લઈને ચરાડવા તરફથી મોરબી આવી રહેલા પટેલ વૃદ્ધના બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં માથાના ભાગે થયેલ ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે ચૈતન્યનગર વિસ્તારમાં રહેતા જાદવજીભાઈ હિરજીભાઈ માકાસણા પટેલ નામના 68 વર્ષીય વૃદ્ધ ગઈકાલ તા.21-6 ના રોજ વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં ચરાડવા ગામેથી નીકળીને મોરબી બાજુ આવતા હતા.ત્યારે રસ્તામાં ઉંચી માંડલ ગામ પાસે પહોંચ્યા ત્યારે તેમના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા જાદવજીભાઈ માકાસણાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જેના પગલે ઘટના સ્થળે જ તેઓનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.બાદમાં હોસ્પીટલ દ્રારા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવની નોંધ કરી અકસ્માત સર્જીને ભાગી છૂટેલા ટ્રક ચાલકને શોધવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં શિવમ હોસ્પિટલ પાછળ પ્રકાશનગરમાં રહેતો યુવાન કોઈ કારણસર પોતે પોતાના ઘરે હતો.ત્યારે ઘરના સફાઈ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતું લિક્વિડ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
ઝેરી દવા પી લેતા સારવારમાં
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે મહેશભાઈ નરસિંહભાઈ કાસુન્દ્રાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજન લંગરસિંગ ગાડરીયા (20) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.