મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાંથી દારૂની નાની-મોટી 25 બોટલ અને બીયરના બે ટીન સાથે કુલ ત્રણ આરોપી પકડ્યા


SHARE









મોરબી અને હળવદમાંથી દારૂની નાની-મોટી 25 બોટલ અને બીયરના બે ટીન સાથે કુલ ત્રણ આરોપી પકડ્યા

મોરબીના જુદાજુદા બે વિસ્તારમાંથી દારૂની નાની-મોટી 25 બોટલ સાથે બે શખ્સોની પોલીસે ધરપકડ કરેલ છે અને હળવદ તાલુકાનાં પ્રતાપગઢ ગામના પાટિયા પાસેથી બીયરના બે ટીન સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિજયભાઈ મૂળુભાઈ અને કમલેશભાઈ ગોવિંદભાઈને મળેલ ખાનગી હકીકત આધારે મોરબીના લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી આઈ-6 ફ્લેટ નં-101 માં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 15 બોટલો મળી આવતા પોલીસે 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી ઉમેશભાઈ રામજીભાઈ મેરજા જાતે પટેલ (31) રહે. બગથળા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

નાની 10 બોટલ

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ રવાપર રેસીડેન્સીની પાછળના ભાગમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 10 બોટલો સાથે એક શખ્સ મળી આવતા પોલીસે 1,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દીપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ જાતે લોહાણા (29) રહે. વાઘપરા શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બીયર સાથે પકડાયો

હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી 200 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો તથા બાઈક નંબર જીજે 36 સી 0484 કબજે કરીને પોલીસે આરોપી હરેશભાઈ ઉર્ફે અનિયો બાબુભાઈ પાટડીયા જાતે કોળી (30) રહે. સુલતાનપુર તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News