મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિર દ્વારા કચ્છ-રાપરમાં આવેલ લોહાણા કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપાઈ


SHARE













મોરબીના જલારામ મંદિર દ્વારા કચ્છ-રાપરમાં આવેલ લોહાણા કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપાઈ

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છ-રાપર સ્થિત શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ૪૦ જેટલી વિદ્યાર્થીની બહેનોને દશ-દશ ફુલસ્કેપ નોટબુક, પેન્સિલ, ઈરેઝર, શાર્પનર, સ્કેલ, પાઉચ સહીતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સમાજ ની દીકરીઓને વિનામુલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ ભગીરથ કાર્યમાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જોડાયા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સેવાકાર્યો બદલ રાપર શ્રી લોહાણા કન્યા છાત્રાલયના અગ્રણી અંજનાબેન ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર સહીતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી. તેવું નિર્મિતભાઇ કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે.






Latest News