મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલા બે આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં ઘરમાંથી દાગીના સહિતના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: અગાઉ પકડાયેલા બે આરોપી જેલ હવાલે

મોરબીના લાયન્સનગરમાં દંપતી ઘરમાં ઉપરના માળે સૂતું હતું ત્યારે ઘરના તાળાં તોડીને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના સહિત કુલ મળીને 1,67,300 ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી હતી અને પહેલા બે આરોપીને પકડ્યા હતા જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના લાયન્સનગરમાં રહેતા જયેશભાઈ દલપતભાઈ પરમારએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, તે તેના પરિવાર સાથે ઘરે નીચેના ભાગે તાળું મારીને ઉપરના માળ ઉપર સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ લોખંડની તિજોરીના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટ આમ કુલ મળીને 1,67,300 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે. જે ગુનામાં પહેલા પોલીસે અલ્યાસ ઉર્ફે ભીમો હુસેનભાઇ સુમરા અને હૈદર કરીમ ભટ્ટીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે રાહુલ પેથાભાઇ સરવૈયા રહે. ફિરદોસ સોસાયટી સુરેન્દ્રનગર વાળાની મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પકડાયેલ આરોપીઓ પાસેથી જ પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ કબજે કરી લીધેલ છે. 




Latest News