મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી એલસીબીની ટીમે 1025 લિટર દેશી  દારૂ પકડ્યો !: સ્થાનિક પોલીસ નિંદ્રાધીન ?


SHARE









મોરબી શહેર-તાલુકામાંથી એલસીબીની ટીમે 1025 લિટર દેશી  દારૂ પકડ્યો !: સ્થાનિક પોલીસ નિંદ્રાધીન ?

મોરબી જિલ્લા એલસીબીની ટિમ દ્વારા દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 1025 લિટર દેશી દારૂનો જથ્થો પકડવામાં આવેલ છે અને એક આરોપીને પકડ્યો છે જો કે, મહિલા બુટલેગર સહિત બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટિમ શહેરના સામાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સોનલ ઉર્ફે સોનકી કટિયાના કબજા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે મહિલા બુટલેગરના ઘરમાંથી 325 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 6500 નો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી ત્યારે મહિલા બુટલેગર ઘરે હાજર ન હોવાથી હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા જાતે મિયાણા રહે. માળિયાવનાળિયા સોસાયટી મોરબી વાળીની સામે ફરિયાદ નોંધાવી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબી જીલ્લા એલસીબીની ટીમ દ્વારા મોરબીના બેલાથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર આવેલ વેલોજા કારખાનાની પાછળ ઝૂંપડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના 14 બાચકા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી 700 લીટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને 14000 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી પ્રકાશભાઈ રામુભાઈ મંદુરીયા જાતે દેવીપુજક (40) રહે. જુના દેવડીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં રાહુલ દેવીપુજક રહે. કુબેર ટોકીઝ પાસે મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વરલી જુગાર

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 460 ની રોકડ કબજે કરી હતી અને આરોપી સોનુભાઈ મહેન્દ્રભાઈ વાણીયા જાતે અગ્રવાલ (49) રહે વાવડી રોડ શ્રીજી પાર્ક મકાન નં-12 મોરબી વાળાની ધરપકડ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે




Latest News