મોરબીની માળિયા વનાળીયા સોસાયટી-બહાદુરગઢ ગામે સાપ કરડી જતાં બે મહિલા સારવારમાં
મોરબીના કાલિકા પ્લોટમાં ક્રિકેટ સટ્ટો રમતો એક પકડાયો, એકનું નામ ખુલતા તપાસ શરૂ
SHARE
મોરબીના કાલિકા પ્લોટમાં ક્રિકેટ સટ્ટો રમતો એક પકડાયો, એકનું નામ ખુલતા તપાસ શરૂ
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં શેરી નં-5 માં એક શખ્સ મોબાઈલમાં 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મળી આવ્યો હતો. જેથી પોલીસે રોકડ તથા મોબાઇલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પોલીસે સ્ટાફ રાત્રિના વોચ તપાસમાં હતો ત્યારે રાત્રિના કાલિકા પ્લોટ વિસ્તારમાં શેરી નં-5 માંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા એજાજ હુસેનભાઈ જિંદાણી જાતે મતવા (29) રહે. કાલિકા પ્લોટ વાળાને ચેક કરતા તે મોબાઇલથી ક્રિકેટ સટ્ટો રમતો મળી આવ્યો હતો. પોલીસે રોકડા રૂપિયા 700 તથા 10,000 ની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને 10,700 ની મત્તા સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન યાસીન ઈકબાલભાઈ ચાનીયા રહે. મોરબી વાળાનું નામ સામે આવતા હાલ બંનેની સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ કેસની આગળની તપાસના આર.પી.રાણા ચલાવી રહ્યા છે.\
અજાણ્યા વાહન અડફેટે ઇજા
મોરબીના થોરાળા ગામે પ્રાથમિક શાળા પાસેથી પગપાળા જતા સગીરને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે મૂળ છોટાઉદેપુરના કુંભાણી ગામનો રહેવાસી રાહુલ લાલજીભાઈ નાયકા નામનો 15 વર્ષનો સગીર પગપાળા મોરબી તાલુકાના થોરાળા ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી જતો હતો ત્યારે રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા જમણા પગે ઇજા થયેલ હતી. આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી છે.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના ચાચાપર ગામે ગૌશાળા નજીક રહીને મજૂરી કામ કરતા અશ્વિન દિલીપભાઈ બાંભણિયા નામના 20 વર્ષના યુવાને ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી કરીને તેને મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ નિધી પાર્ક વિસ્તારમાં રહેતા હસીનાબેન વલીભાઈ નામના 65 વર્ષના વૃદ્ધા ગઈકાલે સાંજના સાતેક વાગ્યે તેમના પુત્ર ફિરોજભાઈની પાછળ બાઈકમાં બેસીને મોરબીના વિસિપરા નજીક આવેલ શાંતિવન સ્કૂલ પાસેથી જતા હતા ત્યારે રોડ ઉપર ભરેલ પાણીના ખાડામાં તેઓનું બાઇક સ્લીપ થઈ જતાં મહિલાને જમણા પગે ફેક્ચર જેવી ગંભીર સાથે હસીનાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી ખાતે રહેતો મિલન જગદીશભાઈ ડાભી (16) નામનો કિશોર વાવડી ગામ નજીક અજાણ્યા બાઇક સાથે અથડાતા અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી છે.









