મોરબીની માળિયા વનાળીયા સોસાયટી-બહાદુરગઢ ગામે સાપ કરડી જતાં બે મહિલા સારવારમાં
SHARE






મોરબીની માળિયા વનાળીયા સોસાયટી-બહાદુરગઢ ગામે સાપ કરડી જતાં બે મહિલા સારવારમાં
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા વૃદ્ધા તેમજ મોરબીના બહાદુરગઢ ગામે રહેતી મહિલાને રાત્રે દરમિયાન સાપ કરડી જવાની ઘટના બની હતી જેથી તે બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા ચંપાબેન દેવજીભાઈ સોલંકી (60) નામના વૃદ્ધાને તેઓ ઘરે હતા ત્યારે રાત્રિના સમયે પગે સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
આવી જ રીતે મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા લીલાબેન રાહુલભાઈ વાઘેર (20) નામની મહિલાને ડાબા હાથે રાત્રિના સમયે સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના રાજપર ગામે રહેતા મહેશ્વરસિંહ (46) નામનો યુવાન રાજપર થોરાળા વચ્ચે વાહનમાંથી નીચે પડી ગયો હતો. જેથી કરીને તેને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા સુરેશભાઈ દેવજીભાઈ ચૌહાણ (45) નામનો યુવાન બાઈક લઈને ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.


