માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત


SHARE











મોરબીમાં આઈજીની હાજરીમાં ધારાસભ્યો-જિલ્લા પંચાયત પ્રમુખની સંકલન બેઠક યોજાઇ: ચોક-રોડ ઉપરથી દબાણો હટાવવા રજૂઆત

મોરબી એસપી કચેરી ખાતે આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે તાજેતરમાં પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં જે વેપારી સાથે ઘટના બની હતી તેને લઈને રજૂઆતો કરવામાં આવી હતી તે ઉપરાંત નગર દરવાજા ચોક સહિતના તમામ મેઇન રોડ ઉપર ખડકાઈ ગયેલ લારી, ગલ્લા સહિતના દબાણો હટાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવૈ હતી.

મોરબીમાં રેન્જ આઈજી અશોક કુમારના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક રાખવામા આવી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી તેમજ જિલ્લા ભરના અધિકારી હાજર રહ્યા હતા. ત્યારે ખાસ કરીને મોરબીમાં થોડા દિવસો પહેલા ગ્રાહકના વાહનની સાથે વાહન અથડાવીને વેપારી અને તેના દીકર તેમજ ભાઈની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો. તે ઘટના ભોગ બનેલા વેપારી સહિતના ત્યાં આવ્યા હતા અને ભંગાર વાળાના દબાણો સહિતના દબાણો હટાવવા માટેની રજૂઆત કરી હતી ત્યાર બાદ ધારાસભ્યની હાજરીમાં આઇજીની પત્રકારોએ મુલાકાત કરી હતી ત્યારે ખાસ કરીને મોરબીના નાગર દરવાજા ચોક, પરાબજાર, શકતીચોક, લોહાણપરા, શાકમાર્કેટ ચોક સહિતના વિસ્તારમાં જે લારી ગલ્લા સહિતના દબાણો છે તેને દૂર કરાવવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આઈજી દ્વારા એસપી અને ડીવાયએસપીને દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે, અમલવારી કયારે થશે તે તો આગામી સમય જ બતાવશે. 








Latest News