મોરબી અને માળીયાના ખાખરેચી ગામની જુદીજુદી બે હત્યાના ગુનામાં બે આરોપીને આજીવકેદની સજા
SHARE






મોરબી અને માળીયાના ખાખરેચી ગામની જુદીજુદી બે હત્યાના ગુનામાં બે આરોપીને આજીવકેદની સજા
મોરબી જિલ્લાના ખાખરેચી ગામે વર્ષ 2014 માં બે ખેતમજૂરોએ વાડી માલિકની હત્યા કરી હતી અને આરોપીઓએ સોનાની વીંટી તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હત્યા કરી જે ગુનામાં એક આરોપીને આજીવનન કેદની સજા કોર્ટે ફટકારી છે અને એકને શંકાનો લાભ આપી છોડી મુકવા આવેલ છે આવી જ રીતે મોરબીમાં વર્ષ 2018 માં ભાડાનું મકાન ખાલી કરાવવા મુદ્દે યુવાનની હત્યા કરવામાં આવી હતી જે કેસમાં કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા અને બીજા આરોપીને શંકાનો લાભને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
આ બંને કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ માળીયા (મી)ના ખાખરેચી ગામે ગોદામ નજીક વાડી ધરાવતા રમેશભાઈ શંકરભાઇ સંખેસરીયા વર્ષ 2014 માં વાડીએ રાતના સમયે આંટો મારવા ગયા હતા ત્યાર બાદ તે ઘરે આવ્યા ન હતા જેથી તેમનો ભત્રીજો તેને શોધવા માટે ગયો હતો ત્યારે વાડી નજીકથી રમેશભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. અને વાડીએ કામ કરતા ખેતમજુર પંકજભાઈ બહાદુરભાઈ ડામોર અને દિલીપ ઉર્ફે કાળું વરસીંગભાઇ કટારા વાડીની ઓરડીને તાળું મારી નાસી ગયા હતા. તેમજ રમેશભાઈના હાથમાં રહેલ સોનાની વીંટી અને મોબાઈલ ગુમ હતા જેથી હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી અને આ ગુનામાં આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ 17 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી પંકજભાઈ બહાદુરભાઈ ડામોરને આજીવન કેદની સજા ફટકારી છે જો કે, આરોપી દિલીપ ઉર્ફે કાળું વરસીંગભાઇ કટારાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે.
જયારે હત્યાના બીજા કેસની વાત કરીએ તો મોરબીમાં વર્ષ 2018 માં વીસીપરામાં સદામ નામના વ્યક્તિના ભાડાના મકાનમાં રહેતા કાનજીભાઇ લાભશંકરભાઈ ચાવની સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદાર અને તેના મિત્ર સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલાઉદીન કટિયાએ હત્યા કરી હતી જેની ફરિયાદ આધારે પોલીસે બંને આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસ મોરબીની ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો તેમજ 30 મૌખિક અને 24 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી સમીરશા ઉર્ફે ઈમ્તિયાજ યાકુબશા શાહમદારને આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે જો કે, આરોપી સિકંદર અલાઉદીન કટિયાને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરેલ છે.


