મોરબીથી એક્ટિવા લઈને રાજકોટ જતી યુવતીને ટ્રક ચાલકે હડફેટે લેતા મીતાણા પાસે મોત
SHARE






મોરબીથી એક્ટિવા લઈને રાજકોટ જતી યુવતીને ટ્રક ચાલકે હડફેટે લેતા મીતાણા પાસે મોત
ટંકારા તાલુકાનાં મીતાણા પાસે એક્ટિવને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં એક્ટિવા ઉપર જઇ રહેલ મોરબીની યુવતીને ગંભરી ઇજા થયેલ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી અંજલીબેન જેરામભાઈ શુક્લ (23) નામની યુવતી એકટીવા નંબર જીજે 3 ડીજે 3723 લઈને ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી પસાર થી રહી હતી ત્યારે મીતાણા પાસે ટ્રક નંબર જીજે 6 એઝેડ 8676 ના ચાલકે તેના એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં એક્ટિવા લઈને મોરબીથી રાજકોટ જઈ રહેલ યુવતીને ગંભીર ઈજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ યુવતીની બોડીને પીએમમાં લઈ ગયા હતા ત્યાર બાદ ટંકારા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. અને મૃતક યુવતીના પરિવારજનની ફરિયાદ લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.


