મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના બે તાલુકાનાં ખેડૂતોને વળતરનો પ્રશ્ન ન ઉકેલાઈ ત્યાં સુધી પાવર ગ્રીડ કંપનીનું કામ બંધ રાખવો: કોંગ્રેસ-ખેડૂતો


SHARE











મોરબી જિલ્લાના બે તાલુકાનાં ખેડૂતોનો વળતરનો પ્રશ્ન ન ઉકેલાઈ ત્યાં સુધી પાવર ગ્રીડ કંપનીનું કામ બંધ રાખવો: કોંગ્રેસ-ખેડૂતો

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે. તેની સાથે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને આજે ગુજરાત પ્રેદેશ કિશન કોંગ્રેસનાં પ્રમુખની આગેવાનીમાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરતું વળતર ન આપે ત્યાં સુધી ચોમાસામાં કામ બંધ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. અને ખેડૂતોને પૂરતું વળતર કંપની તરફથી આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે.

મોરબી જિલ્લાના બે તાલુકામાંથી 765 કેવીની હેવી વીજ લાઇન પથરવા માટેનું કામ ચાલી રહ્યું છે. અને આ લાઇન કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી પઠારવામાં આવી રહી છે જો કે, તેમાં ખેડૂતોને કંપની તરફથી પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી. આ મુદે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયાની આગેવાનીમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુહ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કોમર્શિયલ હેતુ માટેની વીજ લાઇન પાથરવામાં આવી રહી છે તો પછી ખેડૂતોને કેમ પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી ? અને જ્યાં સુધી વળતર બાબતનો પ્રશ્ન ઉકેલવામાં ન આવે ત્યાં સુધી વીજ લાઇન પાથરવા માટેનું કામ બંધ રાખવામાં આવે તેવી માંગ કરી છે.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કંપની કરી રહી છે. જો કે, ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવે તો તેને ધ્યાને લેવામાં આવતો નથી અને ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવે છે તેમજ ડરાવી ધમકાવીને તેઓના ખેતરોમાં પોલીસને સાથે રાખીને બળજબરીથી કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને આજે કોંગ્રેસનાં આગેવાનો માળીયા(મી.) તાલુકાના જુના ઘાંટીલા, ખાખરેચી, વેણાસર, વેજલપર, કુંભારીયા તેમજ હળવદ તાલુકાનાં મંગળપૂર સહિતના ગામના ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને તેઓનો કામ સામે કોઈ વાંધો છે જ નથી બસ તેઓને કંપનીએ વર્ષ 2021 માં જે હિસાબે વળતર આપેલ છે તે મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો માંગ સંતોષવામાં નહિ આવે તો કામ બંધ કરાવવા સુધીની ખેડૂતોના હિતમાં કોંગ્રેસની તૈયારી છે. તેવી અધિક કલેક્ટર શીવરાજસિંહ ખાચરને રજૂઆત કરી હતી.

આ બંને તાલુકના ખેડૂતો દ્વારા અનેક વખય લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો પણ તેઓને પૂરતું વળતર આપવામાં આવતું નથી. અને તેઓની વાતને કોઈ સાંભળતું નથી તે હક્કિત છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા તેઓનો આવાજ બનીને ખેડૂતોના હિત માટે રજૂઆત કરવામાં આવેલ છે. વધુમાં વેજલપર માજી સરપંચ ગણેશભાઈ કૈલાએ જણાવ્યુ હતું કે, અગાઉ તેઓના ગામની આજુબાજુમાંથી આવી ત્રણ હેવી વીજ લાઈનો નીકળી છે તે સમયે જે વળતર આપવામાં આવ્યું હતું તેના કરતાં પણ હાલમાં ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો દ્વારા પૂરતા વળતર માટે જ લડત ચલાવી રહ્યા છે. તેઓને કંપની કેમ પૂરતું વળતર આપતી નથી અને તંત્ર ખેડૂતોને ન્યાય આપવાને બદલે કંપનીને કેમ પ્રોત્સાહન આપે છે તે પણ તપાસનો વિષય છે.

અત્રે ઉલેખનીય છે કે, ગત તા 14/6 ના રોજ વળતર બાબતે કલેકટરે હુકમ કરેલ છે તે જ દિવસે કેન્દ્ર સરકરે પણ વળતરને લાગતો એક હુકમ કરેલ છે. અને રાજ્ય સરકાર પણ ખેડૂતોને આપવાના થતાં વળતરને લઈને હાલમાં વિચારણા કરી રહી છે તેમજ આગામી દિવસોમાં પોલિસી લેવાલનો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવે તેવી પણ શક્ય છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોને કેવું અને કેટલું વળતર મળશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે






Latest News