મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીકથી શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે એસઓજી ટીમે બે શખ્સને દબોચ્યા


SHARE







માળિયા (મી) નજીકથી શંકાસ્પદ કોલસાના જથ્થા સાથે એસઓજી ટીમે બે શખ્સને દબોચ્યા

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં શંકાસ્પદ હાલતમાં જુમાવાડી નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને ચેક કરવામાં આવતા તે ગાડીમાં બાચકા ભરેલ હતા જેમાં કોલસાનો જથ્થો ભરેલ હતો જેથી કરીને એસઓજીની ટીમે તે કોલસાના જથ્થા સાથે બે શખ્સને પકડ્યા છે.

નવલખી બંદરે કોલસો લઈ આવવામાં આવે છે તેમાંથી યેન કેન પ્રકારે કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનુ અનેક વખત અગાઉ સામે આવ્યું છે તેવામાં મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુમાવાડી પાસેથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી પ્લાસ્ટિકની બાચકામાં કોલસા ભરેલ હોવાનું સામે આવ્યું હતું અને જુમાવડી પાસે દરિયા તરફના કાંઠે કોલસા ભરેલા પ્લાસ્ટિકના બાચકા પડ્યા હતા જેથી કરીને કોલસાને દરિયામાં આવતા શીપ કે પછી બાર્જમાંથી યેન કેન પ્રકારે કાઢવામાં આવ્યો હોવાની શક્યતા છે.

હાલમાં જે બે શખ્સને કોલસાના જથ્થા સાથે પકડવામાં આવેલ છે તેની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ મળેલ નથી જેથી પોલીસે બન્ને શખ્સોની કોલસાને દરિયામાંથી કાઢવા ઉપયોગમાં લીધેલી બોટ, કોલસો ભરેલી બોલેરો ગાડી સાથે પકડ્યા છે અને આ શખ્સોએ ચોરીથી કે છળકપટથી આ કોલસો મેળવ્યો હોવાની શક્યતા છે જેથી કોલસાના 268 બાચકા જેમાં 5480 કિલો કોલસો છે તેની કિંમત 23,360 થાય છે તેને કબ્જે કરીને આરોપી હારૂનભાઈ સુલેમાન સાઈચા (60) અને જાફરભાઈ ઓસમાણભાઈ પરાર (30) રહે. બંને જુમાવાડી, નવલખી વાળાને પકડીને મુદામાલ સાથે હાલમાં માળિયા તાલુકા પોલીસ હવાલે કરેલ છે.






Latest News