મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયાનું આર.પી.ભાલોડિયા કોલેજ ઉપલેટા ખાતે વ્યાખ્યાન યોજાયું


SHARE













મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયાનું આર.પી.ભાલોડિયા કોલેજ ઉપલેટા ખાતે વ્યાખ્યાન યોજાયું

પટેલ સમાજની નામાંકિત સંસ્થા આર.પી.ભાલોડીયા કોલેજ ઉપલેટાના પ્રવેશોત્સવ નિમિત્તે મોરબીના જાણીતા શિક્ષણવિદ પી.ડી.કાંજીયાના વ્યાખ્યાનનું આયોજન કરેલ હતું.આર.પી.ભાલોડીયા કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવાડીયાએ ખાસ આમંત્રણ આપીને આ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવ્યુ હતું.જેમાં યુવાઓના રોલ મોડલ પ્રેરણા સ્ત્રોત અને જેમને શૂન્યમાંથી સર્જન કરીને અત્યાર સુધીમાં 25,000 થી વધુ વિદ્યાર્થીઓને સંતોષકારક શિક્ષણ આપી ચૂક્યા છે અને હાલ 6500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે.તેવી મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના પ્રમુખ પી.ડી.કાંજીયા કે જેઓ મોરબીમાં અલગ અલગ જગ્યાએ પ્રવચન આપી માર્ગદર્શન આપતા જ હોઈ છે પણ આજે પટેલ સમાજની નામાંકિત સંસ્થામાં પોતાની આગવી શૈલીમાં વ્યાખ્યાન આપીને તમામ હાજર લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

પોતાના વ્યાખ્યાનમાં પી.ડી.કાંજીયાએ દીકરીઓને જણાવ્યું હતું કે યુપીએસસી, જીપીએસસી, એરહોસ્ટેસ, ફેશન ડિઝાઇનરથી માંડીને  IAS/IPS સુધીની સફર કેવી હોય તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું.કરિયર લક્ષી માર્ગદર્શનની સાથે સાથે જીવનલક્ષી માર્ગદર્શન પણ આપેલ જેમાં સીતાજી અને દ્રોપદીના યુગથી માંડી આજના આધુનિક યુગમાં સુનિતા વિલીઅમ્સ સુધીની વાતો વણીને રસપ્રદ માહિતી આપી હતી.આવનાર સમયમાં યુવાઓની સમસ્યા કેવી હશે..? અને તેનો સામનો કેવી રીતે કરવો.? તેનું માર્ગદર્શન આપેલાં અને સાથે સાથે દીકરીઓને શીખ પણ આપેલ કે વર્તમાન સમયમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને જે દીકરીઓ અપરિપક્વતામાં જે પગલું ભરે છે અને જિંદગીભર પસ્તાય છે ત્યારે અત્યારે સમાજમાં દીકરીઓને ફસાવતા લેભાગુ તત્વો સામે લાલબત્તી ધરી હતી અને પોતાની માતા-પિતાની આબરૂ સાચવવાની ટકોર કરી હતી.તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવડીયાના તેઓ વિદ્યાર્થી હતા તે સમયની ડુમિયાણી બીઆરએસ કોલેજ સાથેની જૂની યાદો તાજી કરી હતી.ઉપસ્થિત તમામ દીકરીઓને ભવિષ્યમાં ખુબ સફળતા મેળવો તેવી શુભકામના પાઠવી હતી.પોતાનો અમૂલ્ય સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ દલસાણિયા, પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કલાવાડિયા, તમામ પ્રોફેસર અને કોલેજમાં પ્રવેશ લેનાર દીકરીઓએ કાંજીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News