મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કર્યા બાદ ઝઘડો કરી છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE











મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કર્યા બાદ ઝઘડો કરી છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીના રવાપર ગામે રહેતા યુવાનની કારનો ઓવરટેક કરવામાં આવ્યો હતો અને બાદમાં આગળ જઈને યુવાન કારમાંથી બહાર નીકળ્યો ત્યારે ત્યાં બે ઇસમો આવીને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે બંને પગના સાથળના ભાગે હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને બે ઇસમો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતો દર્શિત ચંદ્રેશભાઇ ઓગણજા જાતે પટેલ (૨૧) નામનો યુવાન કાર લઈને જતો હતો ત્યારે તેની કારને ઓવરટેક કરવામાં આવી હતી અને કાર લઈને તે જ્યારે ઘુનડા રોડ ઉપર આવેલ વૈદેહી પ્લાઝા નજીક પહોંચ્યો ત્યારે તે કારની બહાર ઉતરતાની સાથે જ ત્યાં પાછળથી આવેલા આશિષ હેમંતભાઈ આદ્રોજા જાતે પટેલ તથા તેની સાથેના એક ઈસમ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાડી સાથે ગાડી કેમ અથડાવી છે. ? તેમ કહીને બોલાચાલી ઝઘડો કરી વૈદેહી પ્લાઝા નજીક અજાણ્યા ઇસમે ઢીકાપાટુ મારીને ગાળો આપી હતી જ્યારે આશિષ હેમંતભાઈ આદ્રોજા નામના શખ્સે તેની પાસે રહેલ છરી વડે દર્શિતને બંને પગના સાથળે ઇજા કરી હતી. જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે અને આ બનાવની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ઝેરી જનાવર કરી જતા ત્રણ લોકો સારવારમાં

મોરબીના રાજપર ગામે રહી મજૂરી કામ કરતાં પરિવારની સંગીતાબેન સોહનભાઈ ભુરીયા નામની ૨૪ વર્ષીય મહિલાને મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જે બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી. અને આગળની તપાસ સબળસિંહ સોલંકી કરી રહ્યા છે. તે રીતે જ મોરબીના આમરણ પાસે આવેલ ફાટસર ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારના અજીનાબેન આશિષભાઈ માવી ઉમર ૨૨ અને રીંકલ આશિષભાઈ માવી ઉંમર એક વર્ષ ને વીંછી કરડી જતા બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા બનાવા અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News