ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની પત્નીની મારા મારીના ગુનામાં ધરપકડ
SHARE









મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની પત્નીની મારા મારીના ગુનામાં ધરપકડ
મોરબીના વીસીપરામાં મદીના સોસાયટીમાં થોડા ગયા મહિને પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા કરવામાં હતી અને મૃતકની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ પણ કરલે હતી જો કે, પકડાયેલા આરોપી પૈકીને એક આરોપીએ મૃતક પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પત્ની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં પૂર્વ ઉપપ્રમુખના પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી શહેરના વીસીપરામાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂક ઇબ્રાહીમભાઇ મોટલાણી અને તેના દીકરા ઈમ્તિયાઝ ફારૂકભાઇ મોટલાણીની તા ૧૫/૯ ના રોજ રાતે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી અને ચૂંટણીના મનદુખના લીધે ફારૂકભાઈ અને તેના દીકરાની હત્યા કરવામાં આવી હોવાની ફારૂકભાઈના પત્ની રજિયાબેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે જે તે સમયે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી જો કે, હત્યાના ગુનામાં જે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તે પૈકીનાં આફતઅલી ઉર્ફે અસગર અલી ઉર્ફે અસો જાકમભાઇ ભટ્ટી જાતે મીયાણા (ઉ.૨૦)એ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈના પત્ની રજીયાબેનની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના બનેવીને આરોપી મહિલાના પતીની સાથે અગાઉની ચુટણી બાબતે તકરાર ચાલતી હતી જેથી તેઓ તેના ઘેર ગયા હતા અને ત્યાં તકરાર થતા તેને લાકડી વડે આરોપી મહિલાએ માર મારતા જમણી આંખથી ઉપરના નેણના ભાગે ઇજા થઈ હતી આ ગુનામાં પોલીસે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈના પત્ની રજીયાબેન ફારૂકભાઇ મોટલાણી જાતે મેમણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
