મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખની પત્નીની મારા મારીના ગુનામાં ધરપકડ
મોરબીના ઘૂટું ગામેથી બે બાઇકની ચોરીના ગુનામાં ૩ પૈકીનાં બે આરોપીની ધરપકડ
SHARE









મોરબીના ઘૂટું ગામેથી બે બાઇકની ચોરીના ગુનામાં ૩ પૈકીનાં બે આરોપીની ધરપકડ
મોરબી પંથકમાંથી અગાઉ બાઈક ચોરી કરનારા ત્રણ શખ્સોની સામે જુદાજુદા પોલીસે સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે કેમ કે, ચોરાઉ બાઈકની સાથે થોડા સમય પહેલા થાન પોલીસે બાઇક ચોર ત્રિપુટીને પકડી હતી આ ચોરી ત્રિપુટી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘૂટુંમાથી બે બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ પૈકીનાં બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીની અંદર રહેતા સહદેવસિંહ દોલુભા મોરી જાતે રાજપૂત (ઉંમર ૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, તા ૨૩/૫/૨૧ નાં રોજ રાત્રીના કોઈ પણ સમયે તેઓના ઘર પાસે તેઓએ પોતાનું સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૨૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરે છે જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હતી આવી જ રીતે ઘૂટું ગામે રહેતા શબ્બીરભાઈ અનવરભાઈ સેવાંગીયાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૩૧ ચોરી કરવામાં આવ્યું હતું જેની કિંમત પણ ૨૫ હજાર રૂપિયા છે આમ કુલ મળીને ઘૂટું ગામેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ મોરીએ ફરિયાદ નોંધાવી હતી અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસ ભરતભાઈ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા સામે પોલીસે બાઇક ચોરીનો વધુ એક ગુનો રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી અને હાલમાં આ ગુનામ મોરબી તાલુકા પોલીસ દ્વારા ગૌતમ ઉર્ફે ગવો ટપુભાઈ ડાભી અને વિકાસ ભરતભાઈ પનારા રહે. બંને થાન વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપી રાકેશ દેવજીભાઈ મકવાણાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
