મોરબીના ઘૂટું ગામેથી બે બાઇકની ચોરીના ગુનામાં ૩ પૈકીનાં બે આરોપીની ધરપકડ
મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બરને પાઇપ-ધોકા વડે માર મારનાર ત્રણ શખ્સોની ધરપકડ
SHARE
મોરબીની આદર્શ સોસાયટીમાં પ્લમ્બરને પાઇપ-ધોકા વડે માર મારનાર ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે યુવાનની સાથે ત્રણ શખ્સો દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને બાદમાં ગાળો આપીને તેને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે
મોરબીના શકત શનાળા ગામ પાસે આવેલ ઘુડની વાડીમાં રહેતા કલ્યાણજીભાઇ ધરમશીભાઇ ડાભી જાતે દલવાડી (ઉ.૩૮)એ ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમાર રહે. બધા મોરબી વાળની સામે તેને માર માર્યો હોવાની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે તેની સાથે બોલાચાલી કરી હતી અને બેફામ ગાળો આપી હતી બાદમાં ધીરૂભાઇ આહિરએ લોખંડના પાઇપથી તેમજ અશ્વિનભાઇ આહિર અને રાજકુમારે સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે આડેધડ મારમારીને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે આઇ.પી.સી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધયો હતો અને આ ગુનામાં પોલીસે હાલમાં ધીરૂભાઇ આહિર અને અશ્વિનભાઇ વાલાભાઈ મકવાણા જાતે આહિર રહે. શ્રીમદ સોસાયટી રાજનગર મોરબી અને રાજકુમાર રામદાસ ખાટકી રહે. આદર્શ સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે