મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામેથી બે બાઇકની ચોરીના ગુનામાં ૩ પૈકીનાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીના ઘૂટું ગામેથી બે બાઇકની ચોરીના ગુનામાં ૩ પૈકીનાં બે આરોપીની ધરપકડ

મોરબી પંથકમાંથી અગાઉ બાઈક ચોરી કરનારા ત્રણ શખ્સોની સામે જુદાજુદા પોલીસે સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવી રહ્યા છે કેમ કે, ચોરાઉ બાઈકની સાથે થોડા સમય પહેલા થાન પોલીસે બાઇક ચોર ત્રિપુટીને પકડી હતી આ ચોરી ત્રિપુટી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઘૂટુંમાથી બે બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે હાલમાં ત્રણ પૈકીનાં બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના ઘૂંટુ ગામ પાસે આવેલ રામકો વિલેજ સોસાયટીની અંદર રહેતા સહદેવસિંહ દોલુભા મોરી જાતે રાજપૂત (ઉંમર ૪૫)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, તા ૨૩/૫/૨૧ નાં રોજ રાત્રીના કોઈ પણ સમયે તેઓના ઘર પાસે તેઓએ પોતાનું સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે ૩૬ એચ ૪૨૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરે છે જે ૨૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હતી આવી જ રીતે ઘૂટું ગામે રહેતા શબ્બીરભાઈ અનવરભાઈ સેવાંગીયાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૫૫૩૧ ચોરી કરવામાં આવ્યું હતું જેની કિંમત પણ ૨૫ હજાર રૂપિયા છે આમ કુલ મળીને ઘૂટું ગામેથી ૫૦ હજાર રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સહદેવસિંહ મોરીએ ફરિયાદ નોંધાવી હતી અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસ ભરતભાઈ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા સામે પોલીસે બાઇક ચોરીનો વધુ એક ગુનો રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી અને હાલમાં આ ગુનામ મોરબી તાલુકા પોલીસ દ્વારા ગૌતમ ઉર્ફે ગવો ટપુભાઈ ડાભી અને વિકાસ ભરતભાઈ પનારા રહે. બંને થાન વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને આ ગુનામાં આરોપી રાકેશ દેવજીભાઈ મકવાણાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News