મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે કારમાંથી 264 બોટલ દારૂ-બીયરના 96 ટીનનો જથ્થો ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે કારમાંથી 264 બોટલ દારૂ-બીયરના 96 ટીનનો જથ્થો ઝડપાયો: આરોપીની શોધખોળ

 વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કાળા કુવાની સામેની શેરીમાં પાર્ક કરેલ કારને ચેક કરવામાં આવી હતી. તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ મળીને 264 બોટલો અને બીયરના 96 ટીન મળી આવતા પોલીસે દારૂ-બીયર અને ચાર લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને 5,11,420 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવી શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના સ્ટાફને હકીકત મળી હતી કે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે ગાડીની અંદર દારૂનો જથ્થો ભરેલ છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કોઠારીયા ગામમાં આવેલ કાળા કુવાની સામેની શેરીમાં પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ના ઘર પાસે ખુલ્લા પ્લોટમાં એક્સન્ટ કાર નંબર જીજે 36 એલ 8269 પાર્ક કરીને મૂકી હતી જે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 264 બોટલ દારૂ તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ ઉપરથી દારૂ બિયર અને કાર આમ કુલ મળીને 5,11,420 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે.પ્લોટ વિસ્તાર કોઠારીયા તાલુકો વાંકાનેર વાળો હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News