મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બાઈકના સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો


SHARE







વાંકાનેરના મહિકા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર બાઈકના સ્ટંટ કરનાર શખ્સને પોલીસે દબોચ્યો

મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર અવારનવાર બાઈકના સ્ટંટ કરતાં શખ્સો જોવા મળતા હોય છે અને આવી ઘટનાઓ જ્યારે જ્યારે પોલીસના ધ્યાન ઉપર આવે ત્યારે પોલીસ દ્વારા બાઈકના સ્ટંટ કરનારાઓને પકડીને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી જિલ્લાના વાંકાનેર નજીક મહીકા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર સુતા સુતા બાઇક ચલાવીને સ્ટંટ કરનારા શખ્સની સામે વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા એક મહિનાની અંદર વાંકાનેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકના સ્ટંટ કરતા હોય તેવા બે શખ્સોને દબોચીને પોલીસે તેની સામે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેવામાં તા ૨૮/૪ ના રાત્રીના ૧૦ થી ૧૧ વાગ્યાના સમયગાળા દરમિયાન વાંકાનેરના મહીકા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર બાઈક નંબર જીજે ૩૬ અએમ ૦૮૧૨ લઈને નીકળેલા શખ્સ દ્વારા બાઈક ઉપર સુતા સુતા બાઈક ચલાવીને સ્ટંટ કરવામાં આવી રહ્યા હતા જે અન્ય લોકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી પોલીસે આ વિડીયો ધ્યાનમાં આવતા ની સાથે જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બાઈક ઉપર સ્ટંટ કરી રહેલા સંજયભાઈ રમેશભાઈ મકવાણા જાતે કોળી (૧૮) રહે. કાબરા નેસ મહીકા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News