મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડીથી આમરણ સુધીના રોડનું કામ ૧૦ દિવસમાં ન થાય તો આંદોલન: કે.ડી.પડસુંબિયા


SHARE













મોરબીના નાની વાવડીથી આમરણ સુધીના રોડનું કામ ૧૦ દિવસમાં ન થાય તો આંદોલન: કે.ડી.પડસુંબિયા

મોરબીથી નાની વાવડી થઈને આમરણ તરફ જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા દ્વારા નાની વાવડીથી આમરણ તરફ જવાના એયસ્તનું તાત્કાલિક કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા દ્વારા હાલમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નાની વાવડીથી બગથળા થઈને આમરણ સુધીનો રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રોડ પર દરરોજ નાનામોટા અકસ્માતો થાય છે અને કોઇ બીમાર માણસ સમયસર મોરબી હોસ્પીટલ પહોંચી શકે તેમ નથી ત્યારે ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા જૂન-૨૧માં આ રોડને મંજૂર કરાવવામાં આવેલ છે છતાં માર્ગ-મકાન વિભાગ અને રોડ બનાવવા વાળી એજન્સીની મિલીભગતને કારણે રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી

આ રોડ માટે તેઓએ પણ વારંવાર રજૂઆત કરી છે તો પણ પરિણામ ના મળતા આ પ્રશ્ન લલીતભાઈ કગથરા દ્વારા મોરબી જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ-મકાન વિભાગના ઇજનેર જોશી દ્વારા દસ દિવસમાં રોડનું કામ ચાલુ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી તો પણ કામ થયું નથી અને જો હવે દસ દિવસમાં આ રોડનું કામ ચાલુ ન થાય તો રસ્તા રોકો આંદોલન અને ધરણા પ્રદર્શન જેવા ઉગ્ર આંદોલન આ રોડ પર આવતા ગામના લોકોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે તેવી ચીમકી મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.




Latest News