હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE













વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં મંદિર બાબતે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને બે પક્ષ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર નજીક આવેલ ભોજપરા વાદી વસાહતમાં માતાજીના મંદિર બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે બાબતનો ખાર રાખીને સામસામે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને પક્ષેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા. અને સારવાર લીધા બાદ બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા વાદી વસાહતમાં રહેતા વિજયનાથ પોપટનાથ બાભણીયા જાતે વાદી (30)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બહાદુરનાથ સુરમનાથ પરમાર, જલાનાથ બોળાનાથ પરમાર, જાનનાથ સુરમનાથ પરમાર, રોબરનાથ સુરમનાથ પરમાર, કરશનનાથ પોપટનાથ પરમાર અને પોપટનાથ પરમાર રહે. બધા વાદી વસાહત મોટા ભોજપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી સાથે આરોપીઓને અગાઉ ધાવડી માતાજીના મંદિર બાબતે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હતી. ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા રોબરનાથ પરમારે તેના હાથમાં રહેલ લોખંડનો સળીયો ફરિયાદીને કપાળના ભાગે માર્યો હતો અને બાકીના આરોપીઓએ તેના હાથ પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જ્યારે સામા પક્ષેથી જોગનાથ કાળુનાથ પરમાર જાતે વાદી (60)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મીરખાનનાથ સમજુનાથ બાભણીયા, ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા અને ધરમનાથ ભોટનાથ બાભણીયા રહે. ત્રણેય વાદી-ભોજપરા, કેશનાથ કાનનાથ બાભણીયા, કરશનનાથ કાનનાથ બાભણીયા અને ભુપતનાથ મીરખાન બાભણીયા રહે. ત્રણેય સારાણા થાન તથા ગોરખનાથ કાનનાથ બાભણીયા અને રમતુનાથ ગોરખનાથ બાભણીયા રહે. જારીયા મહાદેવના બોર્ડ પાસે વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ માતાજીના મંદિર બાબતે અગાઉ ઝઘડો થયેલ હતો તે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા ઇજા પામેલાઓને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા મીરખાનનાથએ તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે મારમારીને ઇજા કરી હતી તેમજ ગોરખનાથ અને કેસનાથ દ્વારા લોખંડના પાઇપ વડે પગ અને આંખની બાજુમાં માર મરીને ઈજા કરી હતી. આ આઠેય આરોપીઓ દ્વારા ફરિયાદી તથા સાહેદને લાકડી અને લોખંડના પાઇપ તથા કુહાડી વડે મારમારીને ઈજા કરવામાં આવી હતી. જેથી ઈજા પામેલ ફરિયાદી તેમજ ઝવેરનાથને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News