માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબી  જિલ્લામાં પોલીસની તાલીમમાં ન ગયેલા ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી  જિલ્લામાંથી પોલીસની તાલીમમાં ન ગયેલા ત્રણ પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને તાલીમમાં જવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેને તાલીમમાં જવા માટે છૂટા પણ કર્યા હતા તો પણ આ પોલીસ કર્મીઓ ચોકી સોરઠ ખાતે તાલીમમાં ગયા ન હતા જેથી તે ત્રણેય પોલીસ કર્મીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ હેડ કવાટર્સમાં ફરજ બજાવતા રિઝર્વ પીઆઇ સહદેવસિંહ માવસંગભા ચૌહાણએ હાલમાં પોલીસ કર્મચારી સંજયકુમાર રાયધનભાઇ ડાંગર, ખાલીદખાન રફીકભાઇ કુરેશી અને મિત્તેષકુમાર લલીતભાઇ સોલંકી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, આ ત્રણેય પોલીસ કર્મચારીને બેઝીક ગુજરાત કેડર કોર્ષ (ADI Basic) તાલીમ લેવા માટે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી સોરઠ ખાતે જવાનું હતું જેના માટે છુટા કરવામાં આવ્યા હતા તો પણ આ પોલીસ કર્મચારીએ આદેશનું પાલન કર્યું ન હતું અને આદેશનો આદર કરવાની ફરજ હોવા છતા કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કર્યો હતો અને ફરજમાં ગફલત રાખીને કાયદેસરની ફરજ ઉપર હાજર ન થઇને મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહ્યા હતા. જેથી કરીને હાલમાં ત્રણેય પોલીસ કર્મી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને જી.પી.એક્ટ કલમ ૧૪૫(૨) મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News