મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂની હેરફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બુટલેગરોના એકયુવી, એમજી હેક્ટર સહિતના 25 લાખના ચાર વાહન કબ્જે


SHARE







મોરબી જીલ્લામાં દારૂની હેરફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બુટલેગરોના એકયુવીએમજી હેક્ટર સહિતના 25 લાખના ચાર વાહન કબ્જે

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં અત્યાર સુધીમાં ક્રમશઃ કુલ મળીને 22 આરોપીઓને પકડવામાં આવેલ છે અને હાલમાં જે ત્રણ આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર છે. તેની પૂછપરછમાં આરોપી પાસેથી મળેલ માહિતી આધારે જે તે સમયે એસએમસીની રેડ પડી હતી. ત્યારે દારૂની હેરફેરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાહનોને મોરબીના જુદાજુદા વિસ્તારમાં છુપાવીને રાખી દેવામાં આવ્યા હતા તે એક્સયુવી, એમજી હેક્ટર સહિતના 25 લાખની કિંમતના ચાર વાહનોને હાલમાં કબજામાં લેવામાં આવેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો. ત્યાં એસએમસીની ટીમે ગત માર્ચ માહિનામાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી સહિતના કુલ 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ ગુનામાં ક્રમશઃ પોલીસે આજ દિવસ સુધીમાં કુલ મળીને 22 આરોપીઓની ધરપકડ કરેલ છે જો કે, મુખ્ય આરોપી જીમીત પટેલ હજુ પકડવાનો બાકી છે.

વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ જયારે રેડ પડી હતી ત્યારે ગોડાઉનમાંથી 1,51,10,340 નો દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ મળીને કુલ 2,20,90,440 નો મુદામાલા કબ્જે કર્યો હતો. અને આ ગુનામાં છેલ્લે કુખ્યાત બુટલેગર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ, રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા તેમજ પ્રવિણસિંહ અચુભા સોઢાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે જેની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.

તેવામાં પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે ત્રણ આરોપી હાલમાં રિમાન્ડ ઉપર સી હે તે પોલીસ સમક્ષ પોપટ બની ગયા છે અને રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ ગજાનંદ સોસાયટી પાસેથી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડની એક્સયુવી કાર નંબર જીજે 11 એબી 8011 અને અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપી મેહુલ ની બોલેરો ગાડી નંબર જીજે 13 ડબલ્યુ 9765 તેમજ એક એમજી હેક્ટર ગાડી નંબર જીજે 13 એઆર 8242 કબ્જે કરેલ છે

આટલું જ નહીં જે જગ્યાએ લાલપર નજીક એસએમસીની ટીમે રેડ કરી હતી તે ઓદ્યોગીક વિસ્તાર પાસે કારખાના નજીકથી મુખ્ય સૂત્રધાર જીમીત પટેલનું ટાટા આઇસર નંબર જીજે 14 ડબલ્યુ 1740 આમ કુલ મળીને પોલીસે બુટલેગરોના દારૂની હેરફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા 25 લાખની કિંમતના ચાર વાહનોને ગુનાના કામે કબ્જે કરેલ છે. અને હાલમાં દારૂના નેટવર્કના મૂળ સુધી પહોચવા માટે પોલીસ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News