મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામે માવતરેથી સાસરે જવાનું કહેતા એસિડ પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત


SHARE









હળવદના ઢવાણા ગામે માવતરેથી સાસરે જવાનું કહેતા એસિડ પી ગયેલ પરણીતાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના ઢવાણા ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને તેના પરિવારજનો સાસરે જવા માટે સમજાવતા હતા જેથી તેને મનોમન લાગી આવતા પરણીતાએ પોતાના ઘરના બાથરૂમની અંદર એસિડ પી લીધું હતું જેથી તે મહિલાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામે માવતરના ઘરે રહેતા ખમ્માબેન વિજયભાઈ વાસવેલીયા (27) નામની પરણીતાએ પોતાના માવતરના ઘરે બાથરૂમમાં એસિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે પરણીતાનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની મૃતક પરણીતાના ભાઈ દેવજીભાઈ કાળુભાઈ દુધરેજીયા જાતે કોળી (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ખમ્માબેનના ચાર વર્ષ પહેલા વિજયભાઈ સાથે લગ્ન થયા હતા અને તેઓને પોતાના સાસરે ગમતું ન હોય તે છેલ્લા નવેક મહિનાથી પિયરમાં હતા અને તેના પરિવારજનો તેને સાસરે જવા માટે તેને સમજાવતા હતા જે બાબતે તેને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઘરના બાથરૂમમાં એસિડ પી લીધું હતું. જેથી તેને સારવારમાં લાવ્યા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું છે આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એમ.એમ. સદાદિયા ચલાવી રહ્યા છે




Latest News