મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE













હળવદના નવા ધનાળા ગામ ખેડૂત યુવાનને નજીવી વાતમાં પાડોશી ખેડૂતે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના નવા ધનાળા ગામની સીમમાં ખેતર ધરાવતા યુવાને ખેતરના શેઠે હળનું લીટુ નાખેલ હતું. જે બાબતનો પાડોશમાં ખેતર ધરાવતા શખ્સે ખાર રાખીને યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે તેને હાથે અને પગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે ઘનશ્યામનગરમાં રહેતા ઘનશ્યામભાઈ મનજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (37)એ હાલમાં ઈશ્વરભાઈ ડાયાભાઈ કંઝારીયા જાતે દલવાડી રહે નવા ધનાળા ગામ ઘનશ્યામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગામની સીમમાં તેઓની માલિકીનું ખેતર આવેલ છે અને ત્યાં બાજુમાં આરોપીનું ખેતર આવેલું છે અને ખેતરના શેઢે ફરિયાદીએ હળનું લીટુ નાખેલ હોય જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે જમણા હાથ અને જમણા પગમાં માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે જેથી કરીને યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે.

સાપ કરડી જતાં સારવારમાં

ટંકારા નજીક આવેલ દર્પણ પોલીપેક ખાતે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કલ્પેશ શિવપ્રસાદ ભારતી (40) નામનો યુવાની યુનિટમાં હતો ત્યારે ત્યાં યુનિટમાં તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને તાત્કાલિક કરવા માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, બનાવો ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.




Latest News