મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની દિવાળી વિષય ઉપર ચિત્રસ્પર્ધાનુ આયોજન​​​​​​​ 


SHARE







મોરબી જિલ્લા કક્ષાની દિવાળી વિષય પર ચિત્રસ્પર્ધાનુ આયોજન 

ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઈલ ટૂ સ્પોટર્સના અભિયાનની નવતર પહેલ કરી છે. રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની  ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે દિવાળીવિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે.

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા. ૧ નવેમ્બર ૨૦૨૧ થી ૨૨ નવેમ્બર ૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ યોજવામા આવશે. જેમાં ૮ થી ૧૩ વર્ષના(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) બાળકો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર "દિવાળી" વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી કૃતિની પાછળ નામ, સરનામું, જન્મતારીખ, સ્કુલનું નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી લખી આધારકાર્ડની નકલ સાથે તા.૨૨/૧૧/૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રૂમનં.-૨૩૬/૨૫૭, બીજો માળ તાલુકા સેવાસદન, લાલબાગ, મોરબીને મોકલવાની રહેશે. રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે, તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦, તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦ એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫,૦૦૦ (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઈંગ કીટ) આપવામાં આવશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.






Latest News