મોરબી જિલ્લાના ખેડૂતોને સીએમએ જાહેર કરેલા પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ
મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ
SHARE









મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્ન માટે તૈયારીઓ શરૂ
મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની પહેલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં મોરબી જિલ્લા સહિતના વિસ્તરમાં પાટીદાર સમાજમાં ૧૦૦૦ જેટલા ઘડિયા લગ્ન લેવાય છે. ત્યારે દિવાળી પછી લગ્નના મુહર્ત હોય દિવાળી પછી ઘડિયા લગ્ન કરવા ઇચ્છતા પટીદાર સમાજના પરિવારો માટે મોરબી માળીયા તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે
માળીયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહ સમિતિ દ્વારા ધડીય લગ્ન વધુ સંખ્યામાં થાય તે માટે આયોજન કરવાની તૈયારી કરવામાં આવી છે અને ઘડીયા લગ્ન કરવા માગતા પાટીદાર પરિવારોએ દિવાળી પછી તા.૧૫/૧૧ તુલસી વિવાહ છે. ત્યાર પછી આવતા લગ્ન મુહૂર્તમાં ઘડીયા લગ્ન કરવા ઇચ્છતા પરિવારોએ લામપાંચમ અને તા.૧૦/૧૧ થી સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. અત્યાર સુધી ૧૦૦૦ થી વધુ ઘડીયા લગ્ન પાટીદાર પરિવારો દ્વારા કરવામાં આવેલ છે તે જોતાં આવનારા દિવાસોમાં આ ઘડિયા લગ્ન રીવાજ તરીકે પ્રાપિત થશે આ ઉપરાંત કોરોના કાળના ઇશ્વરીય કાર્યમાં સર્વજ્ઞાતિ માટે ૨૦૦૦ થી વધુ ખાધ્ય સામગ્રીની કીટ, ૧૦૦માં ૭૦૦૦ (સાત હજાર) નાશ લેવાના મશીન તથા ૧૦ માં ચાલીસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા પાંચ હજાર વૃક્ષોનું પણ વાવેતર થયું છે તેવું સંસ્થાના પ્રમુખ ડો.મનુભાઈ કૈલાએ જણાવ્યુ છે અને વધુમાં તેઓએ કહ્યું છે કે આગામી ઘડિયા લગ્નની નોંધણી માટે શ્રીજી હોલની નીચે માર્કેટયાર્ડની બાજુમાં શનાળા રોડ ઉપર સંસ્થાનું કાર્યાલય આવેલ છે ત્યાં સંપર્ક કરવાનો રહેશે અને કોઈ માહિતી માટે ઈશ્વરભાઈ સબાપરા ૯૪૨૭૨ ૨૨૫૧૦, જયંતિમાઈ વિડજા ૯૯૭૮૯ ૨૧૩૧૮ અને મગનભાઈ અઘારા ૯૮૨૫૦ ૯૮૦૭૯ નો સંપર્ક કરવાનો રહેશે
