મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ફાટક પાસેથી 25 હજારના બાઈકની ચોરી


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે ફાટક પાસેથી 25 હજારના બાઈકની ચોરી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ફાટક પાસેથી બાઈકની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ફરીયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે ફાટક પાસેથી બાઈક નંબર જીજે 13 જેજે 7367 કિંમત રૂપિયા 25,000 ની ચોરી થવાથી હાલ હિતેશભાઈ સુરસંગભાઈ સુરેલા (ઉંમર 40) રહે.વિયાદ તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી બાબતે ફરિયાદ નોંધાવી છે.જે અંગે પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરેલ છે.જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.

કારખાનામાં ઊંચાઈએથી પડી જતા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ રામેસ્ટ ગ્રેનાઇટ્રો નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતો શનીકુમાર બેગા નામનો યુવાન યુનિટમાં કામકાજ કરતો હતો ત્યારે કોઈ કારણોસર ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જે બનાવમાં તેને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફના જે.પી.વસીયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દંપતિ ઇજાગ્રસ્ત

મોરબીના સોખડા ગામે આવેલ પરિવન લેમીનેટ નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં કામકાજ કરતા મનોજભાઈ ભગારામ પંચાલ (ઉંમર 32) અને જાગૃતિબેન મનોજભાઈ પંચાલ બંને બપોરના એકાદ વાગ્યાના અરસામાં બાઈકમાં જતા હતા.ત્યારે સોખડા ગામ નજીક અજાણ્યા ટ્રકના ચાલકે તેમના બાઈકને પાછળના ભાગેથી હડફેટ લેતા ઇજા પામેલા હાલતમાં મનોજભાઈ અને જાગૃતિબેનને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.હાલ તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.




Latest News