મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકની ભુજ બદલી


SHARE







મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકની ભુજ બદલી

મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ પેડવાની જિલ્લા માહિતી કચેરી ભુજ (કચ્છ) ખાતે બદલી થતાં મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ માં ૨૪ જુલાઈના રોજ મોરબી જિલ્લા માહિતી કચેરીમાં કચેરીના વડા તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા ઘનશ્યામ પેડવા ભુજ માહિતી કચેરી ખાતે સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત હતા. આ સમયગાળા દરમિયાન માહિતી નિયામકની કચેરી દ્વારા લેવામાં આવેલ સહાયક માહિતી નિયામકની પરીક્ષામાં પાસ થતા તેમની મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક માહિતી નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આમ જોતા સહાયક માહિતી નિયામક તરીકે તેમનું મોરબી પ્રથમ પોસ્ટિંગ હતું. મોરબી ખાતે પાંચ વર્ષની નોકરી પૂરી કર્યા બાદ ઘનશ્યામ પેડવાની તેમના વતનમાં કચ્છ ખાતે બદલી થતાં માહિતી પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમેરામેન ભરતભાઈ ફુલતરીયા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, સિનિયર ક્લાર્ક એ.પી. ગઢવી, ફોટોગ્રાફર પ્રવીણભાઈ સનાળિયા તેમજ અન્ય સ્ટાફમાં કિશોરપરી ગોસ્વામી, જયેશભાઈ વ્યાસ અને અજયભાઈ મુછડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Latest News