માળિયા(મી) નજીકથી ચરસ સાથે પકડાયેલા આરોપીઓ માલ આપવા અમદાવાદ જતાં હોવાનું ખૂલ્યું: ૩ દિવસના રિમાન્ડ
મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની ધરપકડ
SHARE









મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની ધરપકડ
મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા યુવાને વ્યાજે નાણાં લીધા હતા અને બાદમાં વ્યાજ અને મુદલ ચૂકવવા માટે તેને સમયાંતરે વ્યાજ ખોરના ત્રાસથી બચવા માટે જુદાજુદા વ્યક્તિઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને હાલમાં સાત શખ્સો દ્વારા તેની પાસેથી વ્યાજના નાણાની પઠાણી ઉઘરાણી કરતાં હતા જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબી તાલુકાનાં કેરાળા (હરીપર) ગામે રહેતા અરવિંદભાઇ પ્રેમજીભાઇ ચારોલા જાતે પટેલ (ઉ.૩૯) એ મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા, રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા રહે.બન્ને શનાળા, નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ, હર્ષદભાઇ પરબતભાઇ ચાવડા, સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગર, ભાવેશભાઇ બાવાજી રહે. મોરબી અને સુમીત મળજીભાઇ ચારોલા રહે. કેરાળા (હરીપર) વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી અને તેને મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા પાસેથી તેને ૬ ટકા લેખે ૧૨,૦૦,૦૦૦ લીધા હતા અને તેનું આઠ મહીનામાં રૂપીયા ૮ લાખ વ્યાજ સહીત કુલ ૨૦,૦૦,૦૦૦ રૂપીયા ચુકવવા માટે નરસંગભાઇ જેસંગભાઇ રાઠોડ પાસેથી ૧૨,૦૦,૦૦૦ રૂપિયા ૮ લાખ વ્યાજ સહીત ૨૦,૦૦,૦૦૦ લીધા હતા બાદમાં હર્ષદભાઇ પરબતભાઇ ચાવડાએ ૩૫.૦૦,૦૦૦ મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપેલ હતા અને તેની ૧૨ વિઘા જમીનનો દસ્તાવેજ કરવાયો હતો તો સાગર ઉર્ફે મુળુ આયદાન ડાંગરે ૭,૦૦,૦૦૦ રૂપિયા ૫ ટકા વ્યાજે પેટે આપી વ્યાજ પેટે ૪૫,૦૦૦ લઇ વ્યાજ સહીત ૧૫ લાખ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી હતી તો ભાવેશભાઇ બાવાજીએ ૧,૦૦,૦૦૦ રૂપિયા રોજના ૧૦૦૦ લેખે વ્યાજે આપી ૨૦,૦૦૦ વ્યાજ લઇ રૂપીયા ૪.૫ લાખની પઠાણી ઉઘરાણી કરી હતી અને સુમીત મળજીભાઇ ચારોલાએ સાહેદ કલ્પેશભાઇ બારોટને ર,૦૦,૦૦૦ રૂપિયા મહીનાના ૩.૫ ટકા વ્યાજે આપી મહીનાનું ૭,૦૦૦ વ્યાજ લઇ તે રૂપીયા વ્યાજ સહીત ફરીયાદી પાસે માગણી કરી પઠાણી ઉઘરાણી કરી હતી જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી તાલુકા પીએસઆઈ વી.જી.જેઠવા અને તેની ટીમે અગાઉ બે આરોપીને પકડ્યા હતા અને હાલમાં બે આરોપીને પકડેલ છે જેમાં મહેન્દ્રસિંહ દેવુભા ઝાલા (૩૫) અને રાજેશભાઇ આણંદભાઇ જીલરીયા (૫૦) રહે. બન્ને શનાળા વાળાની ધરપકડ કરેલ છે.
