મોરબીનાં કેરાળા (હ) ગામના યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની ધરપકડ
મોરબી નજીક દાડમીયા દાદાના મંદિર પાસેથી ૮ બોટલ દારૂ ભરેલ રિક્ષા પકડાઈ : ડ્રાઈવર ફરાર
SHARE









મોરબી નજીક દાડમીયા દાદાના મંદિર પાસેથી ૮ બોટલ દારૂ ભરેલ રિક્ષા પકડાઈ : ડ્રાઈવર ફરાર
મોરબી હળવદ હાઇવે રોડ દાડમીયા દાદાના મંદિર પાસેથી પસાર થતી સી.એન.જી.રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે રિક્ષામાથી ૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ મળીને ૨૮૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને રિક્ષા છોડીને નાશી ગયેલ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ દાડમીયા દાદાના મંદિર પાસેથી પસાર થતી સી.એન.જી.રીક્ષાને મોરબી તાલુકા પોલીસની ટીમે રોકી હતી અને રિક્ષાને ચેક કરતાં રીક્ષામા ડ્રાઇવર સીટની નીચે આવેલ ખાનામા પ્લાસ્ટિકના બાચકામાથી શીલપેક કાચની બોટલ ૮ બોટલ મળી હતી જેથી પોલીસે ૩૦૦૦ નો દારૂ અને ૨૫૦૦૦ ની કિંમતની સી.એન.જી. રીક્ષા એમ કુલ મળીને ૨૮૦૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે જો કે, આરોપી ઘટના સ્થળે નાશી ગયેલ હોય સી.એન.જી.રીક્ષાના ચાલક કાદરભાઇને પકડવા માટે પોલીસ તજવીજ શરૂ કરેલ છે.
ત્રણ બોટલ દારૂ
મોરબીના જુના ઘુંટુ રોડ વીસામાની મેલડીમાના મંદીર પાસે પસાર થતાં ત્યવાનને રોકીને પોલીસે તેને ચેક કરતાં તેની પાસેથી દારૂની ૩ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૧૨૫ નો મુદ્દામાલ કબ્જે કરીને રાજુભાઈ દિનેશભાઈ સેલાણીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. સો-ઓરડી,વરીયા મંદીર પાસે વાળાની ધરપકડ કરેલ છે.
એલ બોટલ દારૂ
મોરબી વાધપરાના નાકા પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતના દારૂ સાથે મનહરભાઇ ઉર્ફે મનીષ ડાયભાઇ સોલંકી (ઉ.૨૨) રહે. અમરેલી ગામ સ્વામી વિવેકાનંદ સ્કુલની પાછળ વાળાની ધરપકડ કરેલ છે.
