હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ


SHARE

















મોરબીના વોરાબાગ પાસે એસબીઇના એટીએમમાં ત્રણ અજાણ્યા ઇસમ દ્વારા તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

મોરબીના સામાકાંઠે વોરાબાગ વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાં તોડફોડ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી રહી છે.

સુત્રો તેમજ સ્થાનીકો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી જતા વચ્ચે આવતા વોરાબાગ પાસે એસબીઆઈનું એટીએમ આવેલ છે તે એસબીઆઇના એટીએમને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે એટીએમ તૂટયુ ન હોય અને એટીએમના સ્પેરપાર્ટસમાં નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. એટીએમમાંથી રોકડ ગયેલ નથી પરંતુ એટીએમના સ્પેરપાર્ટસને નુકસાની થયેલ હોય ચોરીના આ પ્રયાસ અંગે એસબીઆઇ બેંકના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતભાઈ બ્રહ્મક્ષત્રિય દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોય બી ડિવિઝન પોલીસે એટીએમ ચોરીના બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ વાંકાનેર હાઇવે ઉપર એટીએમમાં તોડફોડ કરીને ચોરીની ઘટનાઓ સામે આવી હતી.દરમિયાન થોડો સમય વિરામ રહ્યા બાદ પુન: મોરબીના સામાકાંઠે વોરાબાગ પાસે એટીએમમાં તોડફોડ કરીને ચોરી કરવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે તહેવાર સમયે નાઇટપેટ્રોલીગ સાબદુ કરવા લોકો માંગ કરી રહ્યા છે.




Latest News