ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં જુના અંજીયાસરમાં ખેતીની જમીન ઉપર દબાણ મહિલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE







માળીયા(મી)નાં જુના અંજીયાસરમાં ખેતીની જમીન ઉપર દબાણ મહિલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

માળીયા તાલુકાનાં જુના અંજીયાસર ગામે આવેલ ખેતીની જમીન ઉપર દબાણ કરીને કબ્જો કરી લેનાર મહિલાની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શકિતપ્લોટમાં સુવિધા રેસીડેન્સના બ્લોક નંબર ૩૦૩ માં રહેતા સુમંતકુમાર બાવાલાલ રોકડ જાતે પટેલ (ઉ.૪૯)એ શરીફાબેન અબ્દુલહુશેનભાઈ નોતીયાર (૫૦) રહે. જુના અંજીયાસર તાલુકો માળીયા (મી). વાળીની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૨/૨૦૨૦ થી અત્યાર સુધી મહિલાએ ફરિયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમા આવેલ સવૅ નં.૧૪૭૩ વાળી જમીન હે-૨ આરે-૬૯ ચો.મી.-૧૨વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો અને ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી હતી અને જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો જેથી કરીને જીલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીગ એક્ટ મુજબ અરજી આપેલ હતી અને હાલમાં જુના અંજીયાસર ગામની સીમ જમીન પચાવી પાડનાર મહિલા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને ડીવાયએસપી આઈ.એમ. પઠાણ અને તેની ટીમે મહિલા આરોપી શરીફાબેન અબ્દુલહુશેનભાઈ નોતીયાર (૫૦) રહે. જુના અંજીયાસર વાળીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News