હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં જુના અંજીયાસરમાં ખેતીની જમીન ઉપર દબાણ મહિલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE

















માળીયા(મી)નાં જુના અંજીયાસરમાં ખેતીની જમીન ઉપર દબાણ મહિલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

માળીયા તાલુકાનાં જુના અંજીયાસર ગામે આવેલ ખેતીની જમીન ઉપર દબાણ કરીને કબ્જો કરી લેનાર મહિલાની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શકિતપ્લોટમાં સુવિધા રેસીડેન્સના બ્લોક નંબર ૩૦૩ માં રહેતા સુમંતકુમાર બાવાલાલ રોકડ જાતે પટેલ (ઉ.૪૯)એ શરીફાબેન અબ્દુલહુશેનભાઈ નોતીયાર (૫૦) રહે. જુના અંજીયાસર તાલુકો માળીયા (મી). વાળીની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૨/૨૦૨૦ થી અત્યાર સુધી મહિલાએ ફરિયાદીની માલીકીની અંજીયાસર ગામની સીમમા આવેલ સવૅ નં.૧૪૭૩ વાળી જમીન હે-૨ આરે-૬૯ ચો.મી.-૧૨વાળી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો અને ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી હતી અને જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો જેથી કરીને જીલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબીગ એક્ટ મુજબ અરજી આપેલ હતી અને હાલમાં જુના અંજીયાસર ગામની સીમ જમીન પચાવી પાડનાર મહિલા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩, ૪(૧)(૩)૫(ગ) મુજબ ગુનો નોંધીને ડીવાયએસપી આઈ.એમ. પઠાણ અને તેની ટીમે મહિલા આરોપી શરીફાબેન અબ્દુલહુશેનભાઈ નોતીયાર (૫૦) રહે. જુના અંજીયાસર વાળીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News