માળીયા(મી)નાં જુના અંજીયાસરમાં ખેતીની જમીન ઉપર દબાણ મહિલાની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE









મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં વૃધ્ધના માલિકીના મકાનમાં કબ્જો કરીને મકાન પચાવી પાડનાર મહિલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જીવાપર(ચ)ના રહેવાસી અને હાલમાં મોરબીમાં સામાકાંઠે હાઉસીંગ બોર્ડ શેરી નં.-૧૫ બ્લોક નં.-૧૪૦ માં રહેતા મકનભાઇ નથુભાઇ સરાવાડીયા જાતે પટેલ (ઉ.૬૫)એ ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી વાળીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આજથી આશરે બે વર્ષ પહેલાથી આજદિન સુધી પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં મહીલા આરોપીએ ફરીયાદીની માલીકીના પીપળી ગામના સર્વે નં.-૨૯૧/૨ પૈકી-૩ પૈકી-૧ ની જમીનમાં આવેલ પ્લોટ નં.-૧૫ પૈકીની ચોરસ ફુટ-૪૮૦.૪૫૬ તેના ચો.મી.૪૪-૬૫૨ ની જમીન વાળા મકાનમાં ગેરકાયદેસર કબ્જો કર્યો છે અને મકાન પચાવી પાડી ગુન્હો કર્યા છે જેથી કરીને પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને મહિલાની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના રફાળેશ્વર ગામે આંબેડકર નગર શેરી નં-૩ માં રહેતા દલાભાઇ બેચરભાઇ રાઠોડ (ઉ.૭૧) એ હાલમાં ડમ્પર નંબર જીજે ૩ એટી ૧૬૭૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ગત તા.૨૨/૧૦ ના રોજ તેઓ શીરોઇ ગામથી સુર્યનગર(સુંદરગઢ) ગામની વચ્ચે રોડ ઉપરથી પોતાનું બાઇક જીજે ૩ ડિએચ ૮૧૮૫ લઈને જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાના હવાલા વાળુ ડમ્પર સામેથી આવીને બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને તેઓને જમણાં ખભે, જમણાં હાથની કોણીએ તથા પગના ઢીંચણના નીચેના ભાગે ઇજાઓ થઈ હતી જેથી પોલીસે ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૩૪, ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
