ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત


SHARE







ટંકારા-માળીયામાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા પોલીસના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે સીએમને કરાઇ રજૂઆત

હાલમાં ગુજરાતના પોલીસ જવાનોના પગાર સહિતના પ્રશ્નો ઊભા છે ત્યારે પોલીસ જવાનોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવે તેના માટે મોરબી જીલ્લામાં ટંકારા અને માળીયા ગુજરાત કિશાન સંગઠન દ્વારા કલેકટર મારફત સીએમને આવેદન પાઠવીને પોલીસના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરેલ છે

હાલમાં ગુજરાત કિશાન સંગઠન દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, ગુજરાતમાં પોલીસ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના જવાનો ખેડૂત, મજુર અને પસુપાલાકોના દીકરા તેમજ દીકરોઓ છે અને પોલીસ જવાનો રાજ્યની શાંતિ સલામતી, જનતાના રક્ષણ કાજે ૩૬૫ દિવસ પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે રહે છે. તો પણ પોલીસ જવાનોને યોગ્ય પગાર અને ગ્રેડ પે મળતા નથી અને અન્યાય થતો હોય છે જેથી કરીને પોલીસ જવાનોની પડતર માંગણીઓ ઉકેલવી, પોલીસ જવાનોના ગ્રેડ-પેમાં માંગણી મુજબનો યોગ્ય વધારો કરી આપવો, ફરજ પરના કલાકો ફિક્સ કરવા, પોલીસ જવાનો પણ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે તેમને પુરતી રજાઓ આપવી વિગેરે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા જવાનો અને તેમના પરિવારોના હિતમાં નિર્ણય લેવાઇ તેવી માંગણી કરેલ છે




Latest News