મોરબીમાં કાલથી બે દિવસ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા કેમ્પ યોજાશે
મોરબીના રફાળેશ્વર ગામે બોલાવીને યુવતીને ભગાડી ગયેલ ભત્રીજાના ફુવાને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE









મોરબીના રફાળેશ્વર ગામે બોલાવીને યુવતીને ભગાડી ગયેલ ભત્રીજાના ફુવાને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાનાં બુટવડા ગામના સરપંચનો ભત્રીજો પ્રેમ સબંધ હોય યુવતીની સાથે ભાગી ગયેલ છે જેથી કરીને યુવતીના સબંધીઓએ સરપંચને મોરબીના રફાળેશ્વર ગામની વીડીમાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા અને બાદમાં તેઓને ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા સરપંચે હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં બુટવડા ગામના સરપંચ મુળજીભાઇ ગંગારામભાઇ દેગામા જાતે કોળી (ઉ.૫૨)એ હાલમાં બાબભા ગઢવી, રાજભા ગઢવી અને જયદીપ ગઢવી રહે. તમામ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત ૨૪ તારીખે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની વીડીમાં તેઓને આરોપીઓ બોલાવ્યા હતા કેમ કે, તેના સાળાના દિકરા ભરતને આરોપીઓના સંબંધીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તે ક્યાક જતા રહેલા છે જે બાબતે ચર્ચા કરવા માટે ફરિયાદીને બોલાવ્યા હતા અને બાદમાં જયદીપ ગઢવીએ જમણા હાથે લાકડાનો ધોકો મારી ફેક્ચર કરી નાખ્યું હતું અને બાબભા ગઢવી તેમજ રાજભા ગઢવીએ લાકડાના ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી મુંઢમાર માર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં ઇપીકો કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
