મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદ મોરબી રોડે ધાંગધ્રા કેનાલ પાસે ઘરમાંથી 4.490 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો


SHARE









હળવદ મોરબી રોડે ધાંગધ્રા કેનાલ પાસે ઘરમાંથી 4.490 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો

હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે રહેતા શખ્સનાં ઘરમાં ગાંજો હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 4 કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 44,900 નો ગાંજો તેમજ મોબાઈલ મળીને 50,900 નો માલ કબજે કર્યો છે. અને હાલમાં એક શખ્સની ધરપકડ કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદ મોરબી રોડ ઉપર ધાંગધ્રા કેનાલ પાસે વાચાલી તલાવડી સામે રહેતા પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમન વૈષ્ણવના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપીના કબજા ભોગવટાવાળા મકાનમાંથી 4 કિલો 490 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 44,900 ની કિંમતનો ગાંજો તથા 6,000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 50,900 મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમન ઉર્ફે પદુબાપુ ઈશ્વરદાસ વૈષ્ણવ જાતે રામાનંદી સાધુ (70) રહે. મૂળ વાણીયા વાડ મેઇન બજાર હળવદ હાલ રહે. હળવદ મોરબી રોડ ધાંગધ્રા કેનાલ પાસે વાચાલી તલાવડી સામે રામજી મંદિરની બાજુમાં હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં હવે આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી. વ્યાસને સોંપવામાં આવી છે




Latest News