મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાં સરા રોડે પંચામૃત બંગલા નજીકથી બાઈકની ચોરી


SHARE









હળવદમાં સરા રોડે પંચામૃત બંગલા નજીકથી બાઈકની ચોરી

હળવદમાં આવેલ સરા રોડ ઉપર પંચામૃત બંગલાની સાઈડમાં બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ વઢવાણમાં આવેલ શિયાણીની પોળ ખાતે રહેતા અને કડિયાકામ કરતા અશ્વિનભાઈ નાથાભાઈ મકવાણા જાતે દલવાડી (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેણે જણાવ્યું છે કે, હળવદના સરા રોડ ઉપર આવેલ પંચામૃત બંગલાની સાઈડમાં પોતે પોતાનું બાઈક નંબર જીજે 13 બીએફ 0802 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા સોલંકી શોભાબેન નાગજીભાઈ (72) નામના વૃદ્ધા ઘરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને બહાર જઈ રહ્યા હતા ત્યારે ગામમાં આવેલ દવાખાના પાસે બાઈક સ્લીપ થવાના કારણે વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવે છે




Latest News