લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના કાયમી પ્રોજેક્ટ સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટ વિતરણ કરાયું મોરબીમાં 187 ગેરકાયદે બંધકામોને તોડી પાડીને સાંજ સુધીમાં 80 કરોડની સરકારી જમીન દબાણ મુકત કરશે: ડેપ્યુટી કમિશનર મોરબીના મકનસર ગામે પાર્ક કરેલ કારમાંથી રોકડા 6.5 લાખ અને અન્ય ડૉક્યુમેન્ટ ભરેલ બેગની ચોરી ટંકારાના હડમતીયા ગામ નજીક મેટાડોરના ચાલકે યુવાનના પગ ઉપરથી ટાયર ફેરવી દીધું માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર માલધારી 25 ઘેટાં-બકરા ટ્રક ચાલકે કચડી નાખ્યા માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા યુવાનને અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ભડકે દેવાની ધમકી મોરબી રવિરાજ ચોકડી પાસે કાર-ટ્રક અકસ્માતમાં બે લોકોને ઈજા માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી 80 કિલો પાઇપના ભંગારની રોજમદાર કર્મચારી કરી ચોરી !


SHARE











મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી 80 કિલો પાઇપના ભંગારની રોજમદાર કર્મચારી કરી ચોરી !

મોરબી નજીકના નજરબાગ પાસે પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ (સ્ટોર્સ) આવેલ છે ત્યાં રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી દ્વારા 80 કિલો લોખંડના પાઇપના ભંગારની ચોરી કરવામાં આવી છે જેથી હાલમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોજમદાર કર્મચારીની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં કાયાજી પ્લોટ વિસ્તારમાં સૃષ્ટિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં- 401 માં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા ક્ષિતિજભાઈ દેવનારાયણભાઈ વર્મા જાતે બ્રાહ્મણ (34)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ (સ્ટોર્સ)માં રોજમદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ રામજીભાઈ ભોરણીયા રહે. નાની વાવડી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ હકતે કે, મોરબીમાં નજરબાગ પાસે આવેલ પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ ખાતે રાખવામાં આવેલ વધારાના લોખંડના પાઇપના ટુકડામાંથી 80 કિલો જેટલો પાઈપનો ભંગાર જેની કિંમત રૂપિયા 2,000 થાય છે તે બોલેરો ગાડી નંબર જીજે 36 પી 0793 માં ભરીને આરોપી લઈ ગયો હતો જેથી હાલમાં પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી ચોરી કરનારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબીમાં હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ નિત્યાનંદ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ બચુભાઈ રાઠોડ (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરેથી બાઈકમાં જતા હતા ત્યારે ઘર નજીક સોસાયટીમાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી




Latest News