મોરબીમાં રૂપિયા માટે મિત્રની નિર્મમ હત્યા કરનાર પોલીસ પુત્ર જેલ હવાલે
મોરબી તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
SHARE
મોરબી તાલુકાના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે. દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હિતેન્દ્રસિંહ ચુડાસમા, જયવંતસિંહ ગોહિલ, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી શબીર કાસમભાઇ જામ રહે. ધ્રાંગધ્રા વાળો મોરબી રવિરાજ ચોકડી પાસે છે જેથી ત્યાં જઈને આરોપી શબીરભાઇ ઉર્ફે શબો કાસમભાઇ જામ જાતે મીયાણા (39) રહે. બીંદીગેસ એજન્સીની બાજુમાં ધ્રાંગધ્રા વાળાને હસ્તગત કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા અને આરોપીને મોરબી તાલુકા પોલિસેને સોપી આપેલ છે.