મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી પાઇપના ભંગારની ચોરી કરનારા રોજમદાર કર્મચારીની ધરપકડ
SHARE
મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી પાઇપના ભંગારની ચોરી કરનારા રોજમદાર કર્મચારીની ધરપકડ
મોરબી નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ (સ્ટોર્સ) આવેલ છે ત્યાં રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી દ્વારા લોખંડના પાઇપના ભંગારમાંથી 80 કિલો પાઈપની ચોરી કરી હતી જેની પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં કાયાજી પ્લોટ વિસ્તારમાં સૃષ્ટિ એપાર્ટમેન્ટ ફ્લેટ નં- 401 માં રહેતા અને પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા ક્ષિતિજભાઈ દેવનારાયણભાઈ વર્મા જાતે બ્રાહ્મણ (34)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ (સ્ટોર્સ)માં રોજમદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ રામજીભાઈ ભોરણીયાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં નજરબાગ પાસે આવેલ પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસ ખાતે રાખવામાં આવેલ વધારાના લોખંડના પાઇપના ટુકડામાંથી 80 કિલો જેટલો પાઈપનો ભંગાર જેની કિંમત રૂપિયા 2,000 થાય છે. તે બોલેરો ગાડી નંબર જીજે 36 પી 0793 માં ભરીને આરોપી લઈ ગયો હતો. જેથી અધિકારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામ આરોપી અશોકભાઈ રામજીભાઈ ભોરણીયા જાતે પટેલ (41) રહે. નાની વાવડી વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગરમાં રહેતા મયુરભાઈ ટીનાભાઇ રાવલ જાતે બ્રાહ્મણ (20) નામનો યુવાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે રોડના ડિવાઈડર સાથે રીક્ષા અથડાતાં અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સાપ કરડી ગયો
ચરાડવા ગામે કાડીયા સોનિયા રાઠવા જાતે આદિવાસી (50) નામના આધેડને સાપ કરડી જતા તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.
સાપ કરડી ગયો
વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતી અનિતા રાજુભાઈ આદિવાસી (9) નામની બાળકીને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે
બે વ્યક્તિ સારવારમાં
ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસે વાડી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સોનીબેન વિપુલભાઈ મકવાણા (35) રહે. લજાઇ ચોકડી અને અશ્વિનભાઈ નટુભાઈ મકવાણા (30) રહે. ટંકારા વાળા ને ઈજાઓ થઇ હોવાથી પ્રાથમિક સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે