મોરબીમાં પાણી પુરવઠા બોર્ડના હેડ વર્કસમાંથી પાઇપના ભંગારની ચોરી કરનારા રોજમદાર કર્મચારીની ધરપકડ
મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ 2 યુવાનો સારવારમાં
SHARE
મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ 2 યુવાનો સારવારમાં
મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઘવાયેલા બે યુવાનોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગતરાત્રિના દસેક વાગ્યાના અરસામાં મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં નવનીતભાઈ ગિરધરભાઈ નકુમ (ઉંમર 22) અને સુનીલભાઈ હરિભાઈ કંજારીયા (ઉમર 22) રહે. બંને બોરીયા પાટી વિસ્તાર લીલાપર-કેનાલ રોડ મોરબી વાળાઓને ઈજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.તેઓ અવની ચોકડી અને ઉમિયા સર્કલ વચ્ચેથી વાહનમાં જતા હતા ત્યારે તેઓને અકસ્માત નડ્યો હતો જેમાં ઈજા પહોંચી હતી.હાલ એ ડીવીજન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ આ બાબતે નોંધ કરીને તપાસ ચલાવી રહ્યા છે.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર (બેલા) ગામે રહેતા વિશ્વ વિપુલભાઈ સોરીયા નામનો 35 વર્ષનો યુવાન ગત તા.1 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં તે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.
મારામારીના બનાવવામાં ઇજા
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતા મયુરભાઈ નારણભાઈ પાટડીયા (ઉમર 24) અને ઉદયભાઇ નારણભાઈ પાટડીયા (ઉંમર 20) ને ત્રાજપર ગામે આવેલી શાળા પાસેની શિવ શક્તિ સોસાયટી નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હતી.જેથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા સ્ટાફના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.
વૃદ્ધા સારવારમાં
સુરેન્દ્રનગરના ધાંગધ્રા પાસે આવેલ સોલડી ગામે રહેતા કાંતાબેન ભગવાનભાઈ પટેલ નામના 76 વર્ષીય વૃદ્ધાને સારવાર માટે મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.સોલડી મુકામે અજાણ્યો ઇસમ કાંતાબેનની સાથે બાઇક અથડાવી અકસ્માત સર્જીને ભાગી ગયો હતો.જેમાં તેમને ઇજા પહોંચી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.અહીંની જગદિશભાઇ ડાંગર હાલ બનાવની તપાસ ચલાવી રહ્યા છે.