મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઘવાયેલ 2 યુવાનો સારવારમાં
મોરબીના 550 થી વધુ સિરામિક ઉદ્યોગકારોને 460 કરોડના દંડની 25 ટકા રકમ ભરવા માટે જીપીસીબીએ ફટકારી વધુ એક નોટિસ
SHARE
મોરબીના 550 થી વધુ સિરામિક ઉદ્યોગકારોને 460 કરોડના દંડની 25 ટકા રકમ ભરવા માટે જીપીસીબીએ ફટકારી વધુ એક નોટિસ
મોરબીમાં વાપરાતા કોલગેસનો ઉપયોગ કરતાં હતા જો કે, એનજીટીના આદેશ પછી તુર્તજ કોલ ગેસિફાયરનો ઉપયોગ મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ બંધ કરી દીધો હતો. અને નેચરલ ગેસથી ટાઈલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ એનજીટીના આદેશ પછી જીપીસીબીએ મોરબીના 550 થી વધુ ઉદ્યોગકારોને 460 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. જેની સામે ઉદ્યોગકારોએ હાઇકોર્ટમાં વાંધો પણ લીધેલ છે, અને તેની આગામી મુદત પહેલા જીપીસીબીએ મોરબીના ઉદ્યોગકારોને દંડની રકમના 25 ટકા રૂપિયા જમા કરાવવા માટે હાલમાં વધુ એક વખત નોટિસ આપેલ છે. જેથી હાલમાં ઉદ્યોગકારોમાં ગણગણાટ થવા લાગ્યો છે.
મોરબી પંથકમાં વર્ષ 2017 માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (એનજીટી)ની ટીમ મોરબી આવી હતી અને મોરબી તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા ત્યારે સિરામિક યુનિટમાં વપરાતા કોલગેસી ફાયરમાંથી નિકળતા કેમિકલયુક્ત પાણી, ટાર વેસ્ટનો કારખાનેદારો દ્વારા જાહેરમાં આડેધડ નિકાલ જે તે સમતે કરવામાં આવતો હતો. અને ત્યાર બાદ એનજીટી કોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે તમામ કોલગેસી ફાયરને બંધ કરવામાં માટે આદેશ કર્યો હતો. જેથી કોલગેસી ફાયરને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા. અને નેચરલ ગેસનો વપરાશ શરૂ કરી દેવાના આવ્યો છે.
જો કે, દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા કરાયેલા રીપોર્ટના આધારે મોરબીના 550 થી વધુ કારખાનાને 460 કરોડથી વધુનો દંડ ઝીકવામાં આવ્યો હતો. અને જીપીસીબી દ્વારા કરવામાં આવેલ દંડ સિરામિક ઉદ્યોગકારો માટે અન્યાયકર્તા હતો. અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાંભળ્યા વગર જ જીપીસીબી દ્વારા એક તરફી દંડ ઝીકી દીધો હતો જેથી કરીને ઉદ્યોગકારો હાઇકોર્ટમા ગયા હતા અને તે કેસમાં આગામી 20 તારીખની મુદત હોવાની આગેવાનો પાસેથી જાણવા મળેલ છે. જો કે, તે પહેલા મોરબીના ઉદ્યોગકારોને તેઓને કરવામાં આવેલ દંડની રકમના 25 ટકા ભરવા માટેની નોટિસો હાલમાં જીપીસીબી દ્વારા આપવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 2021 માં પણ આવી જ નોટિસ ઉદ્યોગકારોને આપવામાં આવી હતી જોકે, ઉદ્યોગકારોને સાંભળ્યા વગર જ દંડ કરવામાં આવેલ છે તેની સામે ઉદ્યોગકારોને વાંધો છે એટ્લે જ તો હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે પરંતુ પહેલા ઉદ્યોગકારોને સાંભળવામાં આવશે કે દંડની રકમ વસૂલ કરવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, એનજીટીની કોર્ટમાં પોલ્યુશનને લગતા કેસ ચાલતા હોય છે અને આ કેસમાં ફાઇનલ હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવે ત્યારબાદ તેની અમલવારી સીપીસીબી અને જીપીસીબી દ્વારા કરવાની રહેતી હોય છે. અને વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિના સુધીમાં ઉદ્યોગકારો પાસેથી દંડ વસૂલ કરવાનો હતો જો કે, હજુ સુધી તે દંડ વસૂલ કરવામાં આવેલ નથી અને હાલમાં જીપીસીબીએ મોરબીના ઉદ્યોગકારોને વધુ એક વખત દંડના 25 ટકા રકમ ભરવા માટે નોટિસ આપેલ છે તેવું ઉદ્યોગકારો પાસેથી જાણવા મળેલ છે.
ટાઇલ્સ સસ્તી કરવા માટે વાપરતા કોલ ગેસીફાયર
મોરબીના સિરામિક યુનિટમાં બનતી સિરામિક ટાઇલ્સ અને સસ્તી બનાવવા માટે અગાઉ ઘણા ઉદ્યોગકારો દ્વારા કોલ ગેસીફાયરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેમ કે, જે તે સમયે હરીફાઇમાં ટકી રહેવા માટે માટે કોલ ગેસીફાયરનો ઉપયોગનો ઉપયોગ કરીને ઉત્પાદન લેવામાં આવે તો જ ટાઇલ્સ સસ્તી બને તેમ હતું નહીં તો કારખાના ચલાવી શકાય તેમ હતું જ નહીં.
મંજૂરી સાથે કોલ ગેસીફાયર ચાલતા તો પણ ઉદ્યોગકારોને દંડ !
મોરબીમાં વર્ષ 2005 ની આસપાસથી કોલ ગેસીફાયરનો ઉપયોગ સિરામિકમાં શરૂ થયો હતો અને ત્યારે મોટાભાગના ઉદ્યોગકારોએ કોલ ગેસીફાયરનો ઉપયોગ કરવા માટેની જીપીસીબી પાસેથી મંજુરી માંગી હતી અને પોતાના યુનિટમાં કોલ ગેસીફાયર ફીટ કરાવ્યા હતા. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જીપીસીબીએ ગેસીફાયર ચલાવવા માટેની મંજૂરી આપી હતી અને હવે દંડ પણ જીપીસીબી દ્વારા જ આપવામાં આવે છે.?
કોલગેસ નથી વાપર્યો તેને પણ નોટિસ !
જે તે સમયે કોલગેસ નહીં ચાલુ કરીએ તો કારખાનું ચાલશે નહીં તેનું લાગતું હોવાથી ઘણા કારખાનેદારોએ તેના કારખાનામાં કોલગેસ પ્લાન્ટ મૂક્યા હતા અને મંજૂરી પણ લીધી હતી. જો કે, કેટલાક ઉદ્યોગકારોએ પોતાના યુનિટની અંદર કોલ ગેસીફાયરને એક પણ દિવસ ચલાવ્યા નથી અથવા તો અમુક સમય માટે જ ચલાવ્યા હતા. તેમ છતાં પણ તેવા ઉદ્યોગકારોએ જયારથી મંજુરી માંગી છે ત્યારથી ગણીને દંડ ફટકારવામાં આવેલ છે. જેથી કરીને જીપીસીબીની નીતિરીતિ સામે સિરમાઈક ઉદ્યોગકારોને વાંધો છે. કેમ કે, જે યુનિટમાંથી પોલ્યુશન થતું હોય તેવા યુનિટને શોધીને તેને દંડ કરવા માટેનો એનજીટી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પરંતુ જીપીસીબી દ્વારા એક તરફી હુકમ કરીને મોરબીના 550 જેટલા ઉધોગકારોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.









