ટંકારા તાલુકાની મેટલ-ડાયમંડની રાખડીની દેશભરમાં માંગ, 12 મહિલાઓને રોજગાર,: 35 કરોડનુ વાર્ષિક ટર્નઓવર
મોરબી જિલ્લાના હળવદ નજીક કેમિકલ ચોરી !: 63.17 લાખનો મુદામાલ કબજે, ત્રણ શખ્સો ફરાર
SHARE
મોરબી જિલ્લાના હળવદ નજીક કેમિકલ ચોરી !: 63.17 લાખનો મુદામાલ કબજે, ત્રણ શખ્સો ફરાર
મોરબી જિલ્લામાંથી પસાર થતાં વાહનોમાંથી જુદીજુદી વસ્તુઓની ચોરી કરવામાં આવતી હોય છે આવી જ રીતે હળવદ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી કેમીકલની ચોરી કરતાં હતા ત્યારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને કુલ 63,17,702 નો મુદામાલ કબજે કર્યો છે. જો કે, અંધારનો લાભ લઈને ત્રણ શખ્સો નાશી ગયા છે તેને પકડવા માટે હવે હળવદ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં ડીઝલ, કેમીકલ, પેટ્રોલ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા માટે જિલ્લા એસઓજીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પીએસઆઈ કે.આર.કેસરીયા અને સ્ટાફના માણસો કામ કરી રહ્યા હતા તેવામાં હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા ત્યારે રેઇડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપર રહેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા જેથી કરીને શકપડતી મિલ્કત તરીકે પોલીસે ત્યથી ટેન્કર નંબર આરજે 12 ડબલ્યુ 9237, બોલેરો ગાડી નંબર જીજે 27 ટીટી 7634, ટેન્કરમાંથી કાઢેલ 1905 લિટર કેમીકલ, ટેન્કરમાં ભરેલ કેમીકલ 30,700 લિટર, એક મોબાઇલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ 63,17,702 નો મુદામાલ કબજે કરેલ છે. અને મુદામાલ હળવદ પોલીસને સોંપી આપેલ છે. જેથી તકનો લાભ લઈને નાશી ગયેલા શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.